કડી તાલુકાના થોળ ગામે રાત્રી દરમિયાન બાવલું પોલીસ સ્ટાફ ના માણસો નાઈટ પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન થોળ ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી,કે થોળ ગામના ઠાકોર કનુજી બચુજી વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એકટીવામાં રાખી થોળ ગામ થી અઢાણા તરફ જવાની ચોકડી પર વ્યાપાર ધંધો કરે છે.જે હકીકતને આધારે સદરી જગ્યાએ જઈ રેડ કરતા આ ઈસમને ઝડપી પાડ્યો હતો.અને એકટીવા માંથી વિદેશી દારૂની બોટલો તેમજ બિયર મળી આવ્યા હતા.