સુરેન્દ્રનગર શહેરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઇવે પર દુધરેજ નર્મદા કેનાલ પર આવેલ પુલ જર્જરિત બનતા તંત્ર દ્વારા સમારકામના બહાને આ પુલ બંધ કરી દીધો છે પરંતુ ૩૦ દિવસ કરતાં વધુ સમય થવા છતાં આ પુલનું સમારકામ કરવામાં ન આવતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે ત્યારે આ મામલે જાગૃત નાગરિકોએ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી તેમજ આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો