જામનગરના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની કે જેઓ હાજર થયા બાદ તુરતજ એક્શન મોડ માં આવી ગયા છે, અને સૌ પ્રથમ ટ્રાફિકની દ્રષ્ટિએ શહેર જિલ્લામાં મેગા ડ્રાઇવ યોજાવી હતી, ત્યારબાદ સમગ્ર જિલ્લામાં વોરંટ-સમન્સ વગેરેની બજવણી કરવા માટેની પણ સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે, અને એકી સાથે ૭૧૬ વોરંટ ની બજવણી કરી લેવામાં આવી છે.