વિજાપુર ટાવર બજારમાં આવેલ બંધ હાલતમાં પડી રહેલી જૂની કચેરીઓની અવાવરું જગ્યાએ મરેલા ઢોરના કારણે આસપાસ ભારે દુર્ગંધ ફેલાઈ હતી. જેને લઇ આસપાસ ના રહીશો પરેશાનીમાં મુકાયા હતાં.આ બાબતે રહીશોએ પાલિકા ને જાણ કરતા પાલિકા દ્વારા દવા નો છંટકાવ કરાયો હતો. પરંતુ આસપાસ સફાઇ કરાઇ નથી.બાજુમાં નાના બાળકો ભણવા માટેની આંગણવાડી આવેલી છે.મરેલા ઢોર ના કારણે દુર્ગંધના કારણે ભૂલકાંના આરોગ્યને લઈ આજરોજ મંગળવારે સાંજે ચાર કલાકે સવાલો ઉભા થયા છે. સત્વરે સફા ની માંગ ઉઠી છે.