જાંબુઘોડા પોલીસને બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરેલી એક કાર જાબુઘોડા થઇ નીકળનાર છે જે બાતમી મળતા પોલીસે ક્નજીપાની ગામે નાકાબધી કરી હતી દરમ્યાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકતા કાર ચાલકે નાકાબધી તોડી કારને ભગાડતા પોલીસે પીછો કરી રણભુનઘાટીના પાટિયા નદીના પુલ પાસે કાર ચાલક ઝાડી જાખરાનો લાભ લઈ કાર મૂકી ભાગી છૂટ્યો હતો પોલીસે કારમાથી વિદેશી સહિત કાર મળી કુલ 2.01.864ના મુદ્દામાલ ઝડપી ફરાર કાર ચાલક સામે પ્રોહીબીશન ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરી હતી