વાલીયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઇવે પર વાલીયાના ડહેલી ગામ નજીક કીમ નદી પર બનાવેલ ડાયવર્ઝન નદીના ધસમસતા પાણીના કારણે ધોવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાલીયા અને નેત્રંગ પંથકમાં વરસેલ અનરાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નિરની આવક થઈ હતી જેના પગલે ડહેલી ગામ નજીક સ્ટેટ હાઇવે પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર સિઝનમાં ત્રીજી વખત પાણી ફરી વળ્યા હતા ત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયુ.