રાલેજ ખાતે રહેતા 71 વર્ષીય હફીસાબાનું અજીમમીંયા મલેક ખેતરમાં ચાર કાપી રહ્યા તે સમયે આચાનક ઉડીને ઝેરી જીવજંતુ ગાલના ઉપરના ભાગે કરડી ગયો હતો. જો કે સાપની કોઈ પ્રજાતિનો ઝેરી જીવ કરડી ગયો હોય તેમ જાણવા મળ્યું હતું.અસરગ્રસ્ત વૃદ્ધ મહિલાને તાત્કાલિક ધોરણે કાર્ડિયાક કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અને ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.કાર્ડિયાક કેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વૃદ્ધ મહિલાની હાલત સુધારા હેઠળ છે.