પાલનપુરના ચડોતર ખાતે આવેલા બનાસકમલમ ની આગામી 15 માર્ચના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે ઉદઘાટન થવાનું છે ત્યારે આ ઉદઘાટન પ્રસંગને લઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ચડોતર ખાતે બનાસકમલમ માં બેઠક યોજાઇ હતી જેમાં પૂર્વ સાંસદ અને ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જોકે આ સમગ્ર માહિતી આજે પાંચ કલાકે મળી હતી.