નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટારાયપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હિતેશ વલવીએ પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભર બનવાનો માર્ગ અપનાવ્યો છે. વર્ષ ૨૦૧૯થી આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ તાલીમો મેળવીને આજે તેઓ માત્ર પોતાના ખેતરમાં જ નહીં પરંતુ જિલ્લામાં માસ્ટર ટ્રેનર તરીકે અન્ય ખેડુતોને પણ માર્ગદર્શન આપી રહ્યા છે. તાજેતરમાં જ યોજાયેલા કૃષિ પરિસંવાદ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમને પ્રગતિશીલ ખેડૂત એવોર્ડ પ્રાપ્ત થયો હતો.