વેરાવળના રંગબારા બંદરે વેરાવળ તેમજ આસપાસના મોટા ભાગના ગણપતિજીનું વિસર્જન કરવામાં આવતું હોય છે.ત્યારે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા અને તેમની ટીમ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે ત્યારે તેમના દ્વારા આજરોજ સાફ સફાઈ અને તમામ સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.