પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં આગામી દિવસોમાં ગણેશજીની શોભાયાત્રા નીકળનાર છે ત્યારે પંચમહાલ જીલ્લાના નવનિયુક્ત પોલીસ વડા ડૉ.હરેશભાઈ દૂધાતે શહેરાની મુલાકાત લઈને શહેરા પીઆઈ તેમજ જીલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ સાથે શહેરા નગરમાં નિકળનાર ગણેશજીની શોભાયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.