નૅશનલ સ્પોર્ટ્સ ડે ની આ વર્ષે "હર ગલી હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન ,ખેલે ભી ઔર ખીલે ભી" થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નાયબ મુખ્ય દંડકશ્રીએ આણંદ જિલ્લાના રમતવીરોને સંદેશ આપતા જણાવ્યું હતું કે રમતગમત થકી બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. વધુમાં જણાવ્યું કે, પહેલા બાળકો સ્કૂલમાં રમતા હતા તેથી સ્વાસ્થ્ય જળવાઈ રહેતું હતું, જ્યારે અત્યારે વાલીઓ દ્વારા રમત પ્રત્યે ઓછું અને ભણતર પર વધારે ભાર મૂકવામાં આવે છે