જાફરાબાદ દરિયામાં 10 દિવસ પહેલાં 3 બોટ ડૂબી જતા 11 ખલાસી લાપતા થયા હતા. કોસ્ટગાર્ડની ટીમો સાથે સાથે હવે સ્થાનિક માછીમારોની 10 જેટલી બોટ દરિયામાં રવાના થઈ શોધખોળમાં લાગી છે. અત્યાર સુધીમાં ત્રણ ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં તાજેતરમાં નવસારી જિલ્લાના વાસી-બોરસી દરિયા કિનારે એક લાશ મળી આવી છે.