અંકલેશ્વર પંથકમાં આજરોજ સવારથી જ અવિરત વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.ત્યારે અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ નજીકથી પસાર થતી પોલક નદીનું પાણી બ્રિજને લગોલગ વહેતા જોવા મળ્યું હતું.જેને પગલે ગ્રામજનો ભયભીત બન્યા છે.ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે યોગ્ય પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી છે.