આજરોજ 10 સપ્ટેમ્બર ના રોજ સાંજના સમયે કડી અમદાવાદ મહેસાણા હાઇવે પર આવેલ ધનાલી પાટીયા પાસે એક બટાકા ભરેલ ટ્રક પલ્ટી મારી ગઈ હતી.મળતી માહિતી મુજબ ટ્રક ચાલક ગાયને બચાવવા જતા પલટી મારી હતી.અમદાવાદ મહેસાણા હાઇવે પર ધનાલી પાટિયાની પાસે રોડ પર અચાનક ગાય આડી આવી જતા ગાયને બચાવવા જતા ચાકે સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા ટ્રકે પલ્ટી મારી હતી.જેથી બટાકા રોડ વેરાઈ ગયા હતા.ટ્રક પલટી મારતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા.સદનસીબે ગાય અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો.