જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક કારમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો સંતાડીને ઘુસાડવામાં આવી રહ્યો છે, જે બાતમીના અનુસંધાને એલસીબી ની ટુકડીએ ગઈકાલે મોડી રાત્રે સુભાષ બ્રિજ પર વોચ ગોઠવી હતી, જે દરમિયાન એક શિફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં એલસીબી ની ટુકડીએ તે કારને અટકાવી હતી, અને તેની તલાસી લીધી હતી.