સુરેન્દ્રનગર જિલ્લા નો એક મહત્વ ના તાલુકા તરીકે ચુડા નો પણ સમાવેશ થાય છે. ચુડા ના લોકો વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારીઓ મોટા ભાગના લોકો દરરોજ સુરેન્દ્રનગર અને લીંબડી અપડાઉન કરતા હોય છે પરંતુ લીંબડી થી ચુડા તરફ આવવા સાંજે 7:00 પછી એકપણ બસ નથી મુસાફરો ને લોકો ને ઉંટડી પુલ આવી ખાનગી વાહનમાં આવવું પડે છે તો ચુડા થી પણ લીંબડી તરફ આવવા મોડી સાંજ પછી કોઈ સુવિધા ન હોય સુરેન્દ્રનગર ચુડા સુરેન્દ્રનગર રૂટની બસ શરૂ કરાવવા વેપારીઓ એ રજૂઆત કરી