સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ છે.જેના દ્રશ્યો સામે આવ્યા છે.જેને લઈને પૂરતી સંભવિત અસરગ્રસ્ત થનાર તારાપુર અને ખંભાતના નદી કાઠાના ગામોની સલામતીના યોગ્ય પગલાં લેવા માટે નાયબ કલેકટર કુંજલ શાહ સહીત તારાપુર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામજનો સાથે મુલાકાત લીધી હતી.અસરગ્રસ્ત ગામોને સાવચેત કરાયા છે.અને ગ્રામ પંચાયતના તલાટીઓને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી છે.રીંઝા ગામેથી નાયબ કુંજલ શાહે પ્રતિક્રિયા આપી હતી.