લીંબડી નગરપાલિકા તંત્રએ શહેરમાં આડેધડ બમ્પ ખડકી દીધા હતા. જે હટાવવા સંદર્ભે તેમણે તાલુકા સ્વાગત કાર્યક્રમ, જિલ્લા ફરિયાદ નિવારણ અને મુખ્ય મંત્રી અને છેક પીએમઓ સુધી રજુઆત કરી હતી. જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી એ ચિફ ઓફિસર ને તાત્કાલિક આ બમ્પ હટાવવા હુકમો કરતા અંતે લીંબડી સતવારા ની ભોજનશાળા અને વચલાપરા વિસ્તારમાં ગેરકાયદે 30 પૈકી 15 જેટલા બમ્પ હટાવવા આવતા સામાજિક આગેવાન જગદીશભાઈ મકવાણા એ પ્રતિક્રિયા આપી હતી.