ચમારીયા ગામના મસ્જિદ ફળિયામાં રહેતા સંજય રમેશ વસાવા ગતરોજ રાતે પોતાના પરિવાર સાથે સુઈ ગયા હતા.તે દરમિયાન ભારે વરસાદને કારણે અચાનક દીવાલ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. જો કે આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો. જ્યારે દીવાલ ધરાશાયી થતા નુકશાન થવા પામ્યું છે.તો આજ ફળિયામાં રહેતા ફિલિપકુમાર અરવિંદ વસાવાના મકાન પર વીજળી પડતા દીવાલ ધરાશાયીની ઘટના સામે આવી હતી.આ બંને ઘટનાઓમાં બંને મકાન માલિકોને નુકશાન થયું હતું.