પહેલગામ આંતકવાદી હુમલા ના વિરોધમાં કઠલાલ બજાર સ્વયંભૂ બંધ.જમ્મુ કશ્મીર ના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં કેટલાક લોકોના મોત નીપજ્યા હતા અને આ એક દુઃખદ ઘટના છે જેનો રોષ હાલ સમગ્ર ભારત દેશ સહીત રાજ્યોમાં ફેલાયેલો છે.ત્યારે ખેડા જિલ્લાના કઠલાલ માં પણ પહેલગામ આતંકી હુમલાનો વિરોધ જોવા મળ્યો હતો સવારથી જ નગર ના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા લારી ગલ્લા થી લઈ મોટી દુકાનો સહિત કઠલાલ ચોકડી વિસ્તાર પણ સ્વયંભૂ બંધ રહી હતી.