સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની સરકારી જીજી હોસ્પિટલ અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે, ખાસ કરીને જૂની બિલ્ડિંગમાં લિફ્ટ બંધ થવાના અનેક બનાવો સામે આવ્યા છે, ત્યારે હવે નવી બિલ્ડિંગમાં પણ લિફ્ટ બંધ થઈ જતા દર્દીઓને મુશ્કેલીઓ ભોગવવી પડી હતી, લિફ્ટ બંધ થતા દર્દીઓ અને તેમના પરિવારજનોની લાંબી લાંબી કતરો લાગી હતી.