રાજુલા નગરપાલિકાના લગભગ 150 સફાઈકર્મીઓ છેલ્લા ચાર દિવસથી 30 દિવસ નોકરીની માંગ સાથે હડતાળ પર છે. શહેરમાં સફાઈ કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. ગુરુવારે હંગામી કર્મચારીઓએ સાવરણા આંચકતાં મામલો બિચક્યો હતો, જેના કારણે પોલીસ બંદોબસ્ત વચ્ચે અટકાયત કરવામાં આવી.