હાલોલ શહેરના હોટલ વેલી પાસે શૂર્કવારે સાંજના સુમારે મેહમિલે મિલાદનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના સૈયદ મોયુનિદ્દીન બાબા કાદરી જીલાની ર.અ.ના પ્રથમ ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી સૈયદ મોયુનુંદીન બાબા કાદરીએ એક વર્ષ પહેલા આ ફાની દુનિયા છોડી હતી અને સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાં તેમનું આગવું નામ ધરાવે છે જ્યારે હાલોલ નગર ખાતે તેમના અનુયાયીઓ ધ્વારા એક વર્ષ પૂર્ણ થતા મેહફીલે મિલાદનો કાર્યક્રમ યોજાયો હતો