ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ ૧૬મી સપ્ટેમ્બના રોજ શહેરા નગરમાં આવેલ શ્રીમતી એસ.જે.દવે સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે,આ રક્તદાન કેમ્પનું આયોજન પંચમહાલ જિલ્લાના તમામ કર્મચારી મંડળો અને સંઘોના જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા કરવામાં આવ્યું છે,જેમાં શહેરા તાલુકાના સંયુક્ત કર્મચારી મોરચાનો પણ સમાવેશ થાય છે.