ગણેશ વિસર્જન દરમિયાન એક સુંદર સામાજિક સદભાવનાનું દૃશ્ય જોવા મળ્યું હતું.વિસર્જન યાત્રા દરમિયાન અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે એક મુસ્લિમ યુવકે શ્રદ્ધાળુઓને ઠંડા પાણીની બોટલો વિતરણ કરી હતી. આ કાર્ય માત્ર સેવાભાવનું પ્રતિક નથી,પરંતુ સમાજમાં એકતા,ભાઈચારું અને ધાર્મિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી સમાજમાં સંદેશ જાય છે કે તહેવારો માત્ર એક ધર્મ સુધી સીમિત નથી,પરંતુ માનવતા માટે સૌ સાથે મળી ખુશીઓ અને સેવા વહેંચવાની તક છે.