અમદાવાદના ચાંદખેડા અને મોટેરામાં દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે ઘર વિહોણા બનેલા લોકો આ મામલે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખે પણ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય મેવાણીનું શનિવારે 12 કલાકે નિવેદન સામે આવ્યું છે..