ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ઝાડેશ્વર વિભાગ કેળવણી મંડળ સંચાલિત કે.જી.એમ.વિદ્યાલય સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરતા ભવ્ય પ્રજાપતિએ તાજેતરમાં અમદાવાદ સાયન્સ સિટી ખાતે પ્રોજેકટ મોડલ મેકિંગ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો.જેની રોવરની કૃતિ રાજયમાં બીજા ક્રમે ઝળકતા શાળા પરિવાર દ્વારા ભવ્ય પ્રજાપતિને આજરોજ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.