બંગાળની ખાડીમાં સતત નવી સિસ્ટમો સર્જાતાં પરિસ્થિતિ એવી બની છે કે હવે સિસ્ટમોને યાદ રાખવાનું પણ અઘરુ બની ગયું છે.લીલીયાના વતની તથા ગુજરાતના પ્રખ્યાત જ્યોતિષ આચાર્ય જયપ્રકાશ માઢકે આજે ૧૧ કલાકે જણાવ્યું કે 26 ઓગસ્ટથી નવી સિસ્ટમ ગુજરાત ઉપર પ્રભાવી બનશે. આ સિસ્ટમના કારણે રાજસ્થાનમાં 26 ઓગસ્ટ સુધી ભારે થી અતિભારે વરસાદ વરસશે, જ્યારે ગુજરાતમાં 30 ઓગસ્ટ 2025 સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે.