બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ જર્જરીત હાલતમાં છે દવા લેવા અને સારવાર લેવા આવતા દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે દર્દીઓને બોટલો હોસ્પિટલના લોબીમાં ચડાવવામાં આવી રહી છે સરકારી હોસ્પિટલ ઝડપથી બનાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.રાણપુર તાલુકા કક્ષાનું ગામ હોય મોટી સંખ્યામાં દર્દીઓ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતા હોય ત્યારે આ દર્દીઓ જીવના જોખમે સારવાર લઈ રહ્યા છે..