પાવાગઢ દર્શન કરીને બાઇક ઉપર પરત ફરી રહેલા શેહરા તાલુકાના બે યુવકો ની બાઇક હાલોલ-પાવાગઢ રોડ પર નવી કોર્ટ નજીક આજે મંગળવારે બપોરે 3 વાગ્યાના અરસામાં સ્લીપ થતા અકસ્માતનો ભોગ બન્યા હતા.જેમા પાદેડીના નિકુંજ બારિયા ને માથામાં ગંભીર ઇજા પહોંચતા ટાંકા લેવા માં આવ્યા હતા જ્યારે સુરેલી ના પ્રીતેશ દિનેશ બારિયાને પણ માથામાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી.અચાનક રોડ પર સ્પીડ બ્રેકર આવી જતા બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો.