ભરૂચ એસ.ઓ.જી.ના પી.આઇ એ.એ.ચૌધરી અને એ.એચ.છૈયાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અમદાવાદના ઇસનપુર પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ ઓટો રીક્ષા એક ઇસમ કસક સર્કલથી ઝાડેશ્વર તરફ લઈને જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળી રિક્ષાને ઇ-ગુજકોપ પેકેટમાં ચેક કરતા એન્જીન નંબર અને ચેચીસ નંબર અલગ જણાઈ આવ્યો હતો.પોલીસે તેની ઇસનપુર પોલીસ મથકે તપાસ કરતા રીક્ષા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.