ભરૂચના જુના બોરભાઠા બેટ ગામના આંબલી ફળીયામાં રહેતો બુટલેગર સંજય રમેશ વસાવા પોતાના ઘર નજીક નર્મદા નદીના કિનારે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી નદી કિનારે અને જંગલી ઘાસમાં સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 291 નંગ બોટલ મળી કુલ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને બુટલેગર સંજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.