ગુરૂવારના 2:30 કલાકે ઘર માલિકે આપેલી વિગત મુજબ તારીખ 24 8 2025 ના રોજ નાની ઢોરડુંગરી ગામ ખાતે રહેતા તારાબેન કરસનભાઈ નું ઘર વરસાદના કારણે ધરાશાય થયું હતું. જેની જાણ સ્થાનિક સામાજિક આદિવાસી આગેવાન તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ને થતા તેઓએ ઘટનાની જાણ ટીડીઓ અને તલાટી કમ મંત્રીને કરી હતી. આજરોજ ટીડીઓ દ્વારા ઘરના સર્વે અને વળતળ બાબતને લઇ ટીમ મોકલવામાં આવી હતી.