આજે બપોરે 1:00 વાગ્યાની આસપાસ મ્યુનિ. કમિ. ચોક ખાતે એક સીટી બસ ચાલકે સાઈડ બંધ હોવાથી આગળ ઊભેલ એક વાહન ચાલકને ઠોકર મારી દેતા વાહનચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેને લઈને ત્યાં હાજર રહેલ ટ્રાફિક પોલીસે બંનેને સમજાવટથી છૂટા પાડી મામલો થાળે પાડ્યો હતો.