અમદાવાદના વાસણા ખાતે રહેતા મૂળ ખંભાતના વતની 54 વર્ષીય નરેશકુમાર જીવણલાલ રાણા અને મોટી દીકરી ખુશ્બુબેન એક્ટિવા નંબર GJ 23 EA 5796 પર સવાર થઈને ખંભાત આવવા નીકળ્યા હતા.પોણા સાતેક વાગ્યાના સુમારે જીણજ ગામે બસ સ્ટેશન નજીક એક લાલ કલરની ફોરવહીલર કાર આવી પહોંચી હતી અને એકટીવા ને ટક્કર મારીને કારનો ચાલક પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો.ઘાયલ થયેલા પિતા પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.ટક્કર મારનાર કાર ચાલક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.