બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન ખાતે બરવાળા તાલુકાના ગામોમાં ચાલુ વર્ષ દરમિયાન ઓછા ગુન્હા નોંધાયા હોય અથવા એક પણ ગુન્હો નોંધાયો ન હોય તેવા ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ માં બરવાળા પોલીસ સ્ટેશનના PI એન.વી.વસાવા,PSI વી.આર.રાવ,PSI એસ.જી.સરવૈયા સહિતના બરવાળા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સરપંચો સાથે સંવાદ કર્યો હતો ત્યારબાદ સરપંચોને પૂષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.સન્માનિત થયેલા સરપંચોએ પોલીસનો આભાર માન્યો હતો.