નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,67,113 ક્યુસેક પાણી ની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો હાલ નર્મદા ડેમ ની સપાટી 136.74 મીટર પર પહોંચી 24 કલાક માં 24 સેમી નો વધારો નર્મદા ડેમ ના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા. નર્મદા ડેમ ના 15 ગેટ માંથી નર્મદા નદી માં 2,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ 94 ટકા ભરાયો નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ નર્મદા અને વડોદરા ના 27 ગામો ને એલર્ટ કરવામાં આવ્યા.