સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેના ભાગરૂપે વાલીયા લિંગનાઈટ પ્રોજેક્ટ રદ્દ કરવા અને આદિવાસીઓને વિસ્તાપિત થતા બચાવાના ઉદ્દેશ સાથે જય આદિવાસી સેના દ્વારા પરંપરાગત વેશભૂષા અને સેનાના ગણવેશમાં બિરસા મુંડા ચોકડી સ્થિત બિરસા મુંડાજીની પ્રતિમા ખાતે પ્રકૃતિ પૂજન,ધરતી વંદના,પ્રકૃતિ પ્રણામ અને બિરસા મુંડાજીની પ્રતિમા તેમજ તાલુકા પંચાયત કચેરી સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.