એમ.એસ. યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા MSU ચા રાજા ગણપતિ મહોત્સવ અંતર્ગત આજે વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મારુતિ યજ્ઞ તેમજ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે યોજાય,આ પ્રસંગે પૂર્વ ગૃહ મંત્રી ગોરધન જાડફિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે MSU ચા રાજાના પાવન દર્શન કરીને સૌ વિદ્યાર્થીઓ સાથે ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બન્યા હતા,વિદ્યાર્થીઓ દ્વારા ગોરધન જાડફિયાનું પુષ્પગુછ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.