ગત તારીખ-16મી ઓગસ્ટના રોજ ભરૂચના નંદેલાવ ગામની આશીર્વાદ સોસાયમાં રહેતા રાજસ્થાની મૂળના અને કેટરર્સનો વ્યવસાય કરતા પ્રકાશ માલીની અજાણ્યા શખ્સોએ ગળે ટુંપો આપી હત્યા કરી દીધી હતી તેમનો મૃતદેહ હાથ પગ બાંદહેલી હાલતમાં રૂમમાંથી જ મળી આવ્યો હતો.આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ત્યારે આજરોજ પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા ભરૂચ શહેર એ ડિવિઝન ખાતે બપોરના અરસામાં પહોંચી હત્યારાને ફાંસી ની સજા કરી કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી.