જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તાર નજીક આવેલ કબ્રસ્તાન પાસે છેલ્લા ઘણા સમયથી ગંદકીના ગંજ ખડકાયેલા છે, જેના પગલે આજ રોજ કોંગ્રેસ આગેવાનો દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી, યોગ્ય સફાઈ ન થતી હોવાનું ધ્યાને આવ્યું હતું, જેના પગલે કાયમી સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે