ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળ સપાટી સતત વધી રહી છે જેની નિયંત્રિત કરવા ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે ખેડા જિલ્લા કલેકટર દ્વારા નાગરિકોની નદીના પટમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે આ સાથે છે જિલ્લા પ્રશાસન દ્વારા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત જિલ્લા કંટ્રોલરૂમ નંબર અને ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયો છે