બોટાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ ઈસમો વિરૂધ્ધ પાસાની કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય જેને લઈને LCB પોલીસે વિદેશી ઇંગ્લિશ દારૂના ગુન્હામા સંડોવાયેલ અરવિંદભાઈ ગોરધનભાઈ બારૈયા ગામ-ઢીંકવાળી તાલુકો-સાયલા જિલ્લો-સુરેન્દ્રનગર ની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત ને મંજૂરી આપતા ઈસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીની ધરપકડ કરી પાલારા ભુજ જેલ ખાતે મોકલી આપવામા આવેલ છે