વિજાપુર હિરપુરા બેરેજ મા ધરોઈ માંથી છોડવા માં આવેલ પાણી ની આવક માં વધારો થતાં બેરજ ના દરવાજા ખોલતા એક લાખ ક્યુસેક પાણી સાબરમતી નદી છોડવા માં આવતા સાબરમતી નદી એ રુદ્ર સ્વરૂપ પકડ્યું હતુ. ડિઝાસ્ટર મામલતદાર અને નીચાણ વાળા વિસ્તાર ના સબંધિત ગામો ના તલાટીઓ એલર્ટ બન્યા હતા. આજરોજ રવિવારે સવારે દશ કલાકે સાબરમતી નદી મા પાણી આવતા નદીએ રુદ્ર સ્વરૂપ પકડ્યું હતું.