બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનના PI,PSI તેમજ પોલીસ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગઢડા શહેરમાં મોભીયાના માર્ગે વાડી વિસ્તારમાં ભગવાનભાઈ છનાભાઈ ડાંગર ની વાડી પાસે ખુલ્લી જગ્યામાં ગંજીપત્તા વડે હારજીત નો જુગાર રમતા 11 ઇસમોને રોકડા રૂપિયા 95,400 તેમજ 7 મોબાઈલ ફોન જેની કિંમત 14,500 મળી કુલ રૂપિયા 1,09,900 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો.