બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે સરહદી વિસ્તારના તમામ તાલુકાઓમાં જળબંબાકાર ની પરિસ્થિતિ છે ખેતરો બેટમાં ફેરવાય છે ત્યારે ખેડૂતોને થયેલા નુકસાન મામલે આજે સોમવારે ત્રણ કલાકે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પ્રતિક્રિયા આપી અને સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.