ગીર મધ્યમાં આવેલ કમલેશ્વર ( હિરણ - 1 ) ડેમ ઓવરફ્લો થયો છે.છેલ્લા કેટલાક દિવસોથી ગીર જંગલમાં ભારે વરસાદ પડી રહ્યો હતો.જેના લીધે ડેમ 100 ટકા ભરાઈ જતા ઓવરફ્લો થયો હતો. આ ડેમ ઓવરફ્લો થતા આહલાદયક દ્રશ્યો પણ સામે આવ્યા છે.નોંધનીય છે કે આ ડેમ વન્ય પ્રાણીઓને પીવા માટેનું પાણી પૂરું પાડે છે.