સાબરકાંઠા જિલ્લા સહિત ભિલોડા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસેલા વરસાદને લઈને હાથમતી નદીમાં ભારે પ્રવાહ સાથે પાણી વહેતું જોવા મળ્યું છે હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે જોકે હાથમતી નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ત્રણ કોઝવે અવરજવર માટે બંધ કરી દેવામાં આવે છે તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા બેડીકેટિંગ કરી અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે