ફરજિયાત હેલ્મેટના કાયદાના વિરોધમાં આપના કાર્યકરો દ્વારા આજે બપોરે 12:00 વાગ્યાની આસપાસ રૈયા ચોકડી ખાતે વિવિધ બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આપના કાર્યકરો બાઈક રેલી યોજી વિરોધ પ્રદર્શન કરે તે પહેલા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વિરોધ પ્રદર્શન કરનાર તમામ કાર્યકરોને અટકાયતમાં લીધા હતા.